ચીને પાછો UNSCમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતના આ શક્તિશાળી મિત્ર દેશે કર્યો વિરોધ
ચીન (China) પોતાની નાપાક હરકતો કરવાનું બંધ કરતું નથી. હવે ચીને ફરીથી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં બુધવારે કાશ્મીર (Kashmir) મુદ્દે ચર્ચા કરાવવાની માગણી કરી છે.
નવી દિલ્હી: ચીન (China) પોતાની નાપાક હરકતો કરવાનું બંધ કરતું નથી. હવે ચીને ફરીથી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં બુધવારે કાશ્મીર (Kashmir) મુદ્દે ચર્ચા કરાવવાની માગણી કરી છે. ચીનની માગણીને UNSCમાં સ્વીકારી લેવાઈ છે. જો કે ફ્રાન્સે (France) ચીનના આ પગલાંનો વિરોધ કર્યો છે. ફ્રાન્સનું કહેવું છે કે આ મુદ્દે દ્વિપક્ષીય સ્તર પર ઉકેલાવવો જોઈએ. ભારત આ મામલે બાજ નજર રાખી રહ્યું છે.
ચીનના મનસૂબા નિષ્ફળ થવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે UNSCમાં અનેક સભ્ય દેશો આ પ્રસ્તાવના વિરોધમાં છે. આફ્રિકી દેશો સાથે સંબંધિત મુદ્દે ચર્ચા માટે બંધ રૂમમાં ચર્ચા બોલાવવામાં આવી છે. આ બધાને ચીને ભલામણ કરી છે કે કાશ્મીર પર ચર્ચા થવી જોઈએ. સૂત્રોના જણાવ્યાં મુજબ સુરક્ષા પરિષદના સભ્ય ફ્રાન્સે ચીનના આ પગલાંનો પુરજોશમાં વિરોધ કર્યો છે.
આ VIDEO પણ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube